ભચાઉના હિંમતપુરામાંથી આંકડો લેનાર શખ્સ ઝડપાયો
copy image

ભચાઉના હિંમતપુરામાંથી આંકડો લેનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હિંમતપુરામાં રહીમ સુમાર ધોના નામનો ઈશમ પોતાના રહેણાક મકાનના આંગણા નજીક શંકાસ્પદ હરકતો કરતાં જોવા મળી આવેલ. પોલીસે આ શખ્સની તપાસ કરતાં તેની પાસેથી બોલપેન-કાગળ મળી આવેલ ઉપરાંત આંકડાનો જુગાર રમાડતો હોવાનું છાનબીન દરમ્યાન સામે આવ્યું હતું. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.