ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનરશ્રી ના માર્ગદર્શન હેઠળ સેક્ટર-૧/એ અને વોર્ડ ૧૨/સી વિસ્તારમાં દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ સેક્ટર-૧/એ અને વોર્ડ ૧૨/સી વિસ્તારના ના કાચા પાકા અંદાજે ૪૪ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા જે દબાણ ઝુંબેશ કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકા ના નાયબ મ્યુનિસિપલ કમિશનરસંજયકુમાર રામાનુજ, દબાણ ઇન્સ્પેકટર શ્રી ગાયત્રી પ્રસાદ જોષી અને તેઓની સંયુક્ત ટીમ દ્વારા મહાનગરપાલિકાના સં-સાધનોથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આ દબાણો દુર થવાથી લોકોને આવવા જવામાં સરળતા રહેશે તેવું મહાનગરપાલિકા ની અખબાર યાદી માં જણાવવામાં આવે છે.