અંજારમાં 41 વર્ષીય આધેડ ઈન્ફેકશનની ગોળી ખાઈ સૂઈ ગયા અને ઉઠ્યા જ નહિ

copy image

copy image

અંજારમાં 41 વર્ષીય આધેડ કે જેઓ પોતાના હાથમાં થયેલા ઈન્ફેકશન માટેની ગોળી ખાઈ સૂઈ ગયેલ હતા ત્યાર બાદ બીજા દિવસે સવારે ન ઉઠતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના વિજયનગરની શાળા નજીક રહેનાર જિતેન હડિયાને હાથમાં થયેલા ઈન્ફેકશનને લીધે તે ઈન્ફેકશન માટેની ગોળી ગઈકાલે ખાઈને ગયેલ હતો. બીજા દિવસે સવારના સમયે તે ન ઉઠતાં તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.