ગાંધીધામના મીઠીરોહરમાં ટાયરનું લોક ઊડીને માથાંમાં વાગતાં 17 વર્ષીય કિશોરે જીવ ખોયો
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં ટાયરનું લોક ઊડીને માથાંમાં વાગતાં 17 વર્ષીય કિશોરને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ કરૂણ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રવિવારના બપોરના અરસામાં મીઠીરોહર સીમ વિસ્તારમાં મોહમ્મદ શેખ અફરોજ શેખરવાડી પાસે આવેલ હનુમાન મંદિર નજીક હિન્દુસ્તાન ટાયર પંક્ચરની દુકાન આગળ પગપાળા જઈ રહ્યો હતો તે સમયે આ પંક્ચરની દુકાનમાં પંક્ચર બનાવવાનું કામ ચાલી થયું હતું જે દરમ્યાન ટાયરનું લોક છટકી અને ત્યાથી પસાર થઈ રહેલ હતભાગીના માથામાં લાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તજવીજ આરંભી છે.