કમોસમી વરસાદએ પાકોને પહોંચાડ્યું : ખેડૂતોએ મગફળીના પાકને સળગાવ્યા
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદએ લોકને ચિંતામાં મૂકી દીધા છે ઉપરાંત આ કમોસમી માવઠાએ પાકોને અતિશય નુકસાન પહોંચડ્યું છે જેના પરીણામે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે જાણવા મળી રહ્યું છે જૂનાગઢ ખાતે આવેલ માંગરોળમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ ખેતરો ખાલી કરવા માટે મગફળીના નુકસાની વાળા પાકને સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને મજૂરીના પૈસા પોસાય તેમ ન હોવાને કારણે ખેડૂતોએ મગફળીના પાકને સળગાવી નાખેલ.