રાપરના પલાંસવામાં રહેનાર 22 વર્ષીય યુવાને દવા પી જઈ મોતને ભેટો કર્યો
copy image

રાપરના પલાંસવામાં રહેનાર 22 વર્ષીય યુવાને ખેતરમાં દવા પી જઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.3/11ના રોજ સવારના સમયે પલાંસવામાં વાડી વિસ્તારમાં હતભાગી વનરાજાસિંહ ગજુભા વાઘેલાએ કોઈ અકળ કારણોસર દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.