ભુજમાં કંપનીમાં કામ કરનાર 31 વર્ષીય યુવાનનું પડી જતાં મોત
copy image

ભુજ શહેરના જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં કામ કરનાર 31 વર્ષીય યુવાનનું પડી જતાં મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 28-10ના બપોરના સમયે ભુજના હંગામી આવાસ નજીક જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી આશાપુરા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર અને મૂળ પંચમહાલનો નટવરભાઇ કામ કરી રહ્યો હતો તે સમયે કોઈ કારણે પડી જતાં તે બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.