મીઠીરોહરમાં 24 વર્ષીય યુવતીનું વીજ શોક લગતા મોત
copy image

ગાંઘીઘામના મીઠીરોહરમાં 24 વર્ષીય યુવતીને વીજ શોક લગતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠીરોહરમાં પાણીના ટાંકાની નજીક રહેતા અફસાનાબેન ગત તા. 3/11ના બપોરના સમયે ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયર રાખી રહ્યા હતા તે સમયે તેમને હાથમાં વીજશોક લાગતાં તેઓ નીચે પડી ગયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.