ધ્રબમાં ટ્રેઇલરે બાઈક ચાલકને હડફેટે લેતા 29 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં ધ્રબમાં બાઈક ચાલકને ટ્રેઇલરે અડફેટે લેતા 29 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી અને હતભાગીના ભાઈ એવા મિથિલેશે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીનો નાનો ભાઇ દિનેશ છેલ્લા અગિયારેક માસથી મુંદ્રાના જૈન ટ્રેઇલર ગાડીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગત તા. તા. 2-11ના બપોરના  સમયે દિનેશ ટ્રાન્સ્પોર્ટની મોટર સાઇકલ પર રાશાપીર સર્કલ નજીક ઓફિસેથી નીકળેલ હતો તે સમયે સામેથી આવતાં ટ્રેઇલરના ચાલકે અડફેટે લઇ ટ્રેઇલરના ટાયર દિનેશ પર ફરી વળતાં તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.  આ મામલે પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.