ઔદ્યોગિક એકમમાં પાઈપ પાડવાના કારણે ઘાયલ થયેલ શ્રમિકએ જીવ ખોયો
copy image

અંજાર પંથકમાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં પાઈપ પાડવાના કારણે ઘાયલ થયેલ 43 વર્ષીય આધેડ શ્રમિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અકસ્માતનો આ બનાવ વેલસ્પન કંપનીમાં ડિસ્પેચ યાર્ડમાં બન્યો હતો. ગત તા. 4/11ના રોજ બપોરના સમયે હતભાગી એવા વિમલભાઈ બુધુ યાદવ પોતાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક પાઈપ પડતાં તે ગંભીર રીતે ઘાયલ થયેલ હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.