કુદરતી આફત સમયે તારણહાર બનતી NDRF શું છે? કેવી રીતે કામગીરી કરે છે?

ઓરિસ્સા, બંગાળમાં ફેની વાવાઝોડાએ મચાવેલા કહેરની યાદો તાજી છે ત્યાં ગુજરાતની માથે વાયુ વાવાઝોડાનો ભય ઊભો થયો છે. ફેણીની સરખામણીએ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતો ચક્રાવાત વાયુ ગુજરાતનાં સાગરકાંઠે પહોચેએ પહેલા જ રાજ્ય સરકારે કેન્દ્રની આફત વ્યસ્થાપન ટીમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે સંકલન શરૂ કરી લીધું છે અને મંગળવાર સાંજથી NDRF સાથે પરિસ્થિતીનો દૌર પોતાના હાથમાં લઈ લેશે. ફાની સામે પણ NDRFની સતર્કતા આપતીની અને બચાવલક્ષી કામગીરીને લીધે જ જાનહાનિ નિવારી શકાઈ હતી. પણ NDRF શું છે ? તે ઘણાં લોકોને ખબર નહીં હોય. વિશાળ ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં કુદરતી આપતિઓની નવાઈ ન હોય. પરંતુ આધુનિક સંસાધનોના ઉપયોગ અને ખાસ તો યોગ્ય તાલમેલ વડે તાલીમબદ્ર ટીમ દ્રારા વિનાશકતા ખાળી શકાય તે હેતુથી 2006 માં NDRFની રચના કરવામાં આવી છે. NDRFએ પેરા મિલીટરી ફોર્સની તર્જ પર જ રચાયેલ દળ છે. જેમાં કુલ 12 બટાલિયન સામેલ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રીઝર્વ્ડ પોલીસ ફોર્સ, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ સહિતના દળોમાંથી ચુનંદા તાલિમબદ્ર જવાનોને NDRFમાં ડેપ્યુટેશન આપવામાં આવે છે. આપતકાલીન  પરિસ્થિતીમાં ઝડપભેર પહોચી શકાય એ માટે દેશભરમાં  ભૌગોલિક જરૂરિયાદ મુજબ કુલ 12 સ્થાનો પર NDRF ની ટીમ તૈનાત રાખવામા આવે છે. જેમાં ગુજરાતમાં ગાંધીનગર ઉપરાંત મહારાષ્ટ્રમાં પુણેનો સમાવેશ થાય છે. એ સિવાય પૂર્વ ભારતના દરિયાકાંઠે સૌથી વધુ તોફાનો ઉદભવતા હોવાથી ઓડિશા,  બંગાળ, તામિલનાડું અને આસામમાં પણ NDRFની ટીમ મૌજૂદ રહે છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *