“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા ભરતભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા ભરતભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, અમુક ઇસમો સુરલભીટ રોડ જુના સરકારી અનાજના ગોડાઉનની બાજુમા અંજલીનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
આરોપીઓ :-
- કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કીસ્ટો હાજી મોખા ઉ.વ. ૫૦ રહે. ભુતેશ્વર વિસ્તાર દાદુપીર રોડ ભુજ
- બસીર હારૂનભાઇ મમણ ઉ.વ.૫૬ રહે. મકાન નં.૩૫ સીફાનગર સુરલભીટ રોડ ભુજ
- ઉંમર અલાના ભટ્ટી ઉ.વ. ૪૨ રહે. અંજલીનગર સુરલભીટરોડ ભુજ
આરીફ દાઉદ કુંભાર ઉ.વ. ૪૨ રહે. લખુરાઇ ચાર રસ્તા ભક્તિનગર ભુજ
- જુણસ સુલેમાન કુંભાર ઉ.વ. ૩૪ રહે. સુરલભીટ રોડ હનુમાનજી મંદીર સામે ભુજ
- ઇબ્રાહીમ ઇસ્માઇલ સોઢા ઉ.વ. ૩૧ રહે. માંજોઠી મદ્રેસાની બાજુમા કેમ્પ એરીયા ભુજ
લતીફ ઇબ્રાહીમ મોખા ઉ.વ. ૬૦ રહે. દાદુપીર રોડ ભીઢયારી ફળીયુ ભુજ
કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપીયા – ૫૯,૭૬૦/-
- ગંજીપાના નંગ-૫૨. કી.રૂ.૦૦/-
એમ કુલ્લે કી.ગ. ૫૯.૭૬૦/- ના મદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૩૮૬/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.