નલિયા-માંડવી હાઈવે પર પુરપાટ આવતી કારના ચાલકે સાઈકલ ચાલકને હડફેટે લેતા યુવાન ઘાયલ

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ નલિયા-માંડવી હાઈવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 31 વર્ષીય યુવાન ગંભીર રીતે ઘાયલ થયેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલ અમિતકુમાર સુરેશકુમાર બ્રાહ્મણ નામનો યુવાન પોતાની સાયકલ પર દૂધ લઈને જઈ રહ્યો હતો તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે તેને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં ગંભીર રેતી ઘાયલ થયે યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.