જિયાપરના 45 વર્ષિય ખેડૂતનું ટ્રેક્ટર પલટી જતાં ગંભીર ઇજાઓના કારણે મોત
copy image
નખત્રાણા ખાતે આવેલ જિયાપરના 45 વર્ષિય ખેડૂતનું ટ્રેક્ટર પલટી જતાં ગંભીર ઇજાઓના કારણે મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જિયાપરના ખેડૂત મનસુખભાઇ છગનભાઇ પોકાર રાતના સમયે ટ્રેક્ટર લઇને જઇ રહ્યા હતા, તે સમયે કોઈ કારણે ટ્રેક્ટર માર્ગની પટરી પરથી ઉતરીને સાઇડમાં પલટી ખાઇ ગયું હતું. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ખેડૂતનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.