રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી

ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તા. ૦૭ થી ૨૬ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ “વંદે માતરમ્ @૧૫૦”ની ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાય અને “વંદે માતરમ”નો મર્મ સમજીને એકજૂટ બની, સ્વદેશી અપનાવી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા સહભાગી બને તેવો અનુરોધ શિક્ષિકાશ્રી જાગૃતિબેન વકીલે કર્યો હતો.

ભુજના માતૃછાયા શાળાના શિક્ષિકાશ્રી જાગૃતિબેન વકીલએ જણાવ્યું હતું કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ્ ગીતએ ફક્ત ગીત નથી રાષ્ટ્રીય એકતારૂપી ઊર્જાસ્ત્રોત છે. વંદે માતરમ્ ગીતે ભારતને રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.

જાગૃતિબેને નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર “વંદે માતરમ્” ગીતએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. આઝાદ ભારત આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારતનું સપનું સેવી રહ્યું છે. ત્યારે તેને સાકારિત કરવા “વંદે માતરમ્”ના નાદ સાથે નાગરિકોએ લોકલ ફોર વોકલ અંતર્ગત સ્વદેશી અપનાવીએ અને સંગઠિત બનીને દેશની પ્રગતિ માટે સહભાગી બનીએ.