આદિપુરમાં ઘરના પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો
copy image

આદિપુરમાં ઘરના પાણીના ટાંકામાં પડી જવાના કારણે વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના ટી.ડી.એક્સ. વિસ્તારમાં રહેનાર 65 વર્ષીય તેજભારતી જેરામભારતી ગોસ્વામીએ બનાવમાં જીવ ગુમાવ્યો છે. તા. 9/11ના સાંજના અરસામાં હતભાગી પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ કારણે ઘરમાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.