ભુજમાંથી 59 હજારની રોકડ સાથે સાત પત્તાપ્રેમીઓને પોલીસે દબોચ્યા
copy image

ભુજના અંજલિનગર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ગત રાત્રે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુરલભિટ્ટ રોડ જૂના સરકારી ગોદામની નજીક અંજલિનગર ખાતે સ્ટ્રીટલાઇટના અજવાળે રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રૂા. 59,760ની રોકડ સાથે સાત શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.