ભુજના બન્ની વિસ્તારમાં પૂરપાટ આવતા ટેમ્પોએ ભેંસોને હડફેટે લેતાં એકનું મોત તેમજ બે ઘાયલ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
ભુજના બન્ની વિસ્તારમાં હોડકો બાજુ સાબવાંઢ નજીક પૂરપાટ આવતા ટેમ્પોએ ભેંસોને હડફેટે લેતાં એકનું મોત થયું છે તેમજ અન્ય બે ભેંસ ઘાયલ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.9/11ના રાતના સમયે હોડકો બાજુ ભીરંડિયારા-ધોરડો રોડ પર સાબવાંઢ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહી કોઈ અજાણ્યા ટેમ્પોના ચાલકે પૂરપાટ અને ગફલત ભરી રીતે વાહન ચલાવી ફરિયાદી એવા ભીરંડિયારાના પશુપાલક ઉમરભાઇ જુમાભાઇ રાયશીની માર્ગ ઓળંગતી ભેંસોને હડફેટે લેતાં એક ભેંસનું મોત તથા બે ભેંસને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.