ભુજ શહેર વિસ્તારમાં આવેલ હોટલ જનતાઘરના સંચાલકોએ હોટલમાં રોકાયેલ મુસાફરોની જરૂરી વિગતો રજીસ્ટરમાં નહી ભરનાર ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના ઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લો સરહદી જીલ્લો હોઈ શહેરી /ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં ગેસ્ટહાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈને પોતાની પ્રવૃતિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી હોય આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ/ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ રોકાયેલ તમામ મુસાફરોની નિયત નમુના મુજબના રજીસ્ટરમાં ફરજીયાત એન્ટ્રી કરવા માનનીય કલેકટર સાહેબ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ (ભુજ) નાઓ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તેમ છતાં હોટલ/ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકો દ્વારા જરૂરી અમલવારી થતી ન હોઇ આવા હોટલ/ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય.

જે અનુસંધાને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રધુવીરસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસની વી.વી.આઇ.પી. મુવમેન્ટ અન્વયે ચેકિંગની કામગીરીમાં હતા દરમ્યાન ભુજ શહેરમાં ભારત પેટ્રોલપંપ સામે આવેલ હોટલ જનતાઘરની ચેકિંગ દરમ્યાન હોટલના સંચાલકો દ્રારા હોટલમાં રોકાયેલ મુસાફરોની જરૂરી વિગતો રજીસ્ટરમાં નહિ ભરી, રજીસ્ટર યોગ્ય રીતે નહી નિભાવેલ હોવાનું જણાઈ આવતા હોટલ જનતાઘરના સંચાલક (૧) જનક વિઠ્ઠલદાસ ભાટીયા તથા (૨) વિનય જનક ભાટીયા, બંને રહે ક્લાસિક એપાર્ટમેન્ટ, ત્રીજા માળે, ઇ/૧૭, લાલ ટેકરી ભુજ વાળાઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.