પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સૈનિક સંમેલન યોજાશે

માંડવી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજનું ઓળખ પત્ર ધરાવતાં અને તાલુકામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સૈનિક સંમેલનનું તા.૧૬ નવેમ્બરને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે ૦૯.૦૦ કલાકે મામલતદારશ્રીની કચેરીના સભા ખંડમાં યોજાશે. જેમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજય સરકાર અને રાજ્ય સૈનિક બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી, અનેકવિધ સહાયની માહિતી, પેન્શન, સ્પર્શ માહિતી, મેડિકલ, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ઇ.સી.એચ.એસ. રજિસ્ટ્રેશન, શિષ્યવૃતિ, વીર પરિવાર સહાયતા યોજના વર્ષ- ૨૦૨૫ બાબતે માર્ગદશર્ન આપવામાં આવશે તેવું મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.