ગાંધીધામના કિડાણામાં બે યુવાનો પર ચાર શખ્સોમો હુમલો
copy image

ગાંધીધામના કિડાણામાં બે યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગણેશનગરમાં રહેનાર ફરિયાદી એવા વિરમ માતા આહીર તથા તેના મિત્ર ગાડી મારફતે કિડાણા ચાર રસ્તા નજીક આવેલી ચાની દુકાને ચા પીવા ગયેલ હતા તે સમયે આરોપી ઈશમો ત્યાં આવેલ અને ફરિયાદીના મિત્ર એવા જીવરાજ સાથે પૈસા મુદ્દે માથાકૂટ કરી હતી. તે સમયે ફરિયાદી વચ્ચે પડતાં આ શખ્સોએ ઉશકેરાઈ જઈ બંને પર લોખંડના પાઇપ વડે હુમલો કરી દેતાં બને ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.