વોંધમાં ચાર શખ્સોએ માર મારતાં એક યુવાન ઘાયલ
copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં ચાર શખ્સોએ માર મારતાં એક યુવાન ઘાયલ થયો હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વોંધમાં રહેનાર ફરિયાદી જાવેદ ઉર્ફે અકબર દાઉદ ઘાંચી અને તેનો ભાઇ ઇરફાન બાઇક પર ગયેલ હતા જ્યાં આરોપી ઈશમોએ આવી અને તેમના પર પાઇપ વડે હુમલો કરી દેતાં તેઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.