સસ્તુ સોનુ તેમજ બીઝનેસ કરી તેમાંથી નફો મેળવવાની લાલચ આપી રૂા.૨.૦૪ કરોડની ઠગાઇના ગુનામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ

“માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સસ્તુ સોનુ તેમજ બીઝનેસ કરી તેમાંથી નફો મેળવવાની લાલચ આપી ફરીયાદી સાથે રોકડા રૂા.૨,૦૪,૦૦,૦૦૦/- (બે કરોડ ચાર લાખ રૂપીયા) ની વિશ્વાસઘાત તથા ઠગાઇ કરેલ જે ગુન્હામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ એલ.સી.બી. સ્ટાફના માણસોને ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સુચના આપેલ હતી જે સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત આધારે માધાપર પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર : ૨૨૦/૨૦૨૩ ભારતીય ફોજદારી અધિનીયમની કલમ- ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૩૪ મુજબના ગુના કામે આરોપી આફતાબ અજીજ સમા(બકાલી) ઉ.વ.૨૪ રહે. સેજવાળા માતમ, પઠાણ મસ્જીત સામે, ભુજ વાળાની તપાસ કરતા મજકુર ઇસમ ઘોડાર ચોક, ભુજ ખાતેથી મળી આવતા હસ્તગત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની કચેરી લાવી ઉપરોક્ત ગુન્હા કામે અટક કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી

આફતાબ અજીજ સમા(બકાલી) ઉ.વ.૨૪ રહે. સેજવાળા માતમ, પઠાણ મસ્જીત સામે, ભુજ