રોકડ રૂ.૧૯.૭૨૦/- ના મુદ્દામાલ સાથે ચિત્ર ફરકનો રૂપીયાની હાર-જીતનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવી તથા કલ્પેશભાઈ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કૌશીક વિનોદભાઇ ભાવસાર રહે.જેષ્ઠાનગર ભુજવાળો અમુક માણસોને ભેગા કરીને બસ સ્ટેશન તરફ જતા રોડની સાઇડમાં બાવળોની ઝાડીઓ વચ્ચે હાથબત્તીના અજવાળામાં જાહેરમાં પબ્લીકના માણસો પાસેથી રૂપિયા લઇ પોતાના પાસે રહેલ ચિત્ર વાળા પુઠામાં ચીઠી કાઢી ચિત્ર ઉપર ચિત્ર ફરકનો ગે.કા. જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનુ ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
હાજર મળી આવેલ આરોપીઓ :-
કૌશિક વિનોદભાઇ ભાવસાર ઉ.વ.-૩૭ રહે-જેષ્ઠાનગર શંકરના મંદીરની બાજુમા ભુજ
નિખીલ ઇશ્વરલાલ જોષી ઉ.વ. ૩૫ રહે. હેપ્પી હોમ્સ સોસાયટી, નવાવાસ માધાપર તા.ભુજ
મામદ ફકીરમામદ ખલીફા ઉ.વ. ૪૦ રહે. કેમ્પ એરીયા પઠાણ ફળીયુ ભુજ
જાફરહુશેન જુસબ લુહાર ઉ.વ. ૨૩ રહે. ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ
પાર્થ ભરતભાઇ ઓઝા ઉ.વ. ૩૦ રહે. જી.આઇ.ડી.સી. હંગામી આવાસ ભુજ
એજાજ રમજુ ત્રાયા ઉ.વ.૨૫ રહે. દાદુપીર રોડ ભીંઢયારા ફળીયુ ભુજ
:• હાજર નહી મળી આવેલ આરોપી :-
હીરેન ઠક્કર રહે.ભુજ
- કબ્જે કરેલ મુદામાલ
રોકડા રૂપીયા – ૧૯,૭૨૦/-
બેનર તથા ચિત્ર અને ચિઠી વાળા પુઠાની કિ.રૂા.૦૦/-
મોબાઇલ નંગ-૦૭ કી.રૂ.૩૫,૦૦૦/-
ટુ-વ્હીલર નંગ-૦૨ કી.રૂ.૪૦,૦૦૦/-
બેટરીવાળી હાથબત્તી નંગ-૦૨ કી.રૂ.૦૦/-
એમ કુલ્લે કી.રૂા. ૯૪.૭૨૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ
ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.