“કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ પરમાર, લાખાભાઇ રબારી, શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. અનિલભાઇ ખટાણાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિક્રમસિંહ ગોહિલ તથા અનિલભાઇ ખટાણાનાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખુઅડા ગામની પવનચક્કી માંથી વાયરો કપાયેલ હોય જે વાયરો કાપનાર મુખ્ય ગજણજી ઉર્ફે ગજુભા ગગુજી ખોડ તેના મળાતીયા સાથે સુથરી ગામથી સાંધણ ગામ તરફ જતા રસ્તાની બાજુમાં ઉભેલ છે. જેથી તુરતજ બાતમી હકીકત આધારે તપાસ કરતા (૧) ગજણજી ઉર્ફે ગજુભા ગગુજી (૨) રતનજી જીતુભ મોડ(જાડેજા) (૩) ભરતસિહ મનુભા જાડેજા તથા (૪) દેવુભા ગગુજી ખોડ વાળા મળી આવેલ જે ઇસમોને ઉપરોક્ત બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ચારેય ઇસમોએ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ અને જણાવેલ કે, અમો ચારેય ભેગા મળી ગઇ તા.૨૭/૧૦/૨૦૨૫ના રાત્રીના સમયે ખુઅડા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીના મશીન કોપરના કેબલની ચોરી કરેલ અને વાયરો સગેવગે કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે દુર વાહન આવતા તેની લાઇટ જોઇ અમો ત્યા અમારા મોટર સાઇકલો મુકી ભાગી ગયેલ વિગેરે હકીકતે કબુલાત આપેલ જેથી સદર બાબતે કોઠારા પો.સ્ટે. તપાસ કરતા ઉપરોક્ત બનાવ કામે કોઠારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૩૮/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી મજકુર ઇસમોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • પકડાયેલ આરોપીઓ

ગજણજી ઉર્ફે ગજુભા ગગુજી ખોડ ઉ.વ.૨૫ રહે.મુળ-સુથરી તા.અબડાસા હાલે રહે.કોઠારા તા.અબડાસા

રતનજી જીતુભ મોડ(જાડેજા) ઉ.વ.૨૯ રહે. મોડકુબા તા.માંડવી

ભરતસિંહ મનુભા જાડેજા ઉ.વ.૩૨ રહે.મુળ-લઠેડી તા.અબડાસા હાલે.રહે- કોઠારા તા-અબડાસા

દેવુભા ગગુજી ખોડ ઉ.વ.૨૮ રહે.મુળ-સુથરી તા.અબડાસા હાલે.રહે- કોઠારા તા-અબડાસા