મુન્દ્રાના ભરુડિયામાં વાડી વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રોલીના રિપેરિંગ દરમ્યાન ટ્રોલી નીચે દબાઈ જતાં 22 વર્ષીય યુવાનને જીવ ખોયો
copy image

મુન્દ્રાના ભરુડિયામાં વાડી વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રોલીના રિપેરિંગ દરમ્યાન ટ્રોલી નીચે દબાઈ જતાં 22 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂંડાના ભરુડિયા વાડી વિસ્તારમાં રહેનાર મૂળ ગિર-સોમનાથ બાજુનો કરણ નામનાઓ યુવાન ચારાની ભરેલી ટ્રોલી ચારો ખાલી કરવા હાઇટ્રોલિક કરી આ બાદ ઊંચે ચડેલી ટ્રોલી નીચે પરત નીચે ન આવતાં તે હાઇડ્રોલિક પંપને રિપેર કરી રહ્યો હતો તે સમયે કોઈ કારણોસર આકસ્મિક રીતે અચાનક ટ્રોલી નીચે પડતા આ યુવાન તેની નીચે દબાઈ ગયો હતો. ટ્રોલી નીચે દબાઈ જવાના કારણે ગંભીર ઇજાઓના પગલે આ યવનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.