રતનાલમાં બંધ ઘરમાં ઘૂસેલા ઈશમને લોકોએ ઝડપી પોલીસના હવાલે કર્યો

copy image

copy image

અંજાર તાલુકાના રતનાલમાં બંધ ઘરમાં ઘૂસેલા ઈશમને લોકોએ ઝડપી પાડી અને પોલીસના હવાલે કર્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા  છે, અંજારના રતનાલના ખારીવાસમાં રહેતા બીજલ રામા રબારીના ઘરે કોઈ હાજર ન હતું. તે સમયે રાત્રીના અરસામાં તેમના ઘરમાં પાછળથી એક શખ્સ ઘૂસેલ હતો. જેને તેમની બાજુમાં રહેતા પાડોશી તેમજ આ બનાવના ફરિયાદી એવા પાલા નાથા રબારી તેને જોઈ જતાં અન્ય લોકને જાણ કરી અને અંદર ઘૂસેલા શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.