આદિપુરમાંથી 40 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવતા છાનબીન શરૂ
copy image

આદિપુરમાં 40 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવતા છાનબીનનો દોર શરૂ કરી દેવાયો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર બસ સ્ટેશનની સામેથી સુરેશ અશોક રામચંદાણી નામનો શખ્સ મૃત હાલતમાં મળી આવેલ હતો. સાતવાળી સીબીએક્સ વિસ્તારમાં રહેનાર આ આધેડ બસ સ્ટેન્ડ સામે ટાયરની દુકાન નજીક મૃત હાલતમાં મળી આવતા તેનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.