છેતરપીંડી તથા બળજબરીથી રોકડ રૂપીયા કઢાવી લેવાના ગુનાને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા જીલ્લામાં બનતા શરીર સંબધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઈસમોને ઝડપથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારુ સુચના આપેલ હોય.

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ખાતે દાખલ થયેલ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૩૯૬/૨૦૨૫ બી.એન. એસ. કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૦૮(૪), ૩૫૧(૨), ૫૪ મુજબના અનડિટેકટ ગુનાને ડિટેક્ટ કરવા સારૂ પો.ઇન્સ.શ્રી એસ.એમ. રાણા, નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઈન્ચાર્જ પો.સબ ઇન્સ એમ.એચ.પટેલ દ્વારા સદર ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન અત્રે પો.સ્ટેના પો.કોન્સ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સદર ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીનો એક આરોપી જે હાલે સોનાપુરી સુરલભીટ રોડ ખાતે હાજર છે જે બાતમી હકિકત આધારે સાથેના પોલીસ સ્ટાફ સાથે જરૂરી વર્કઆઉટ કરીને બાતમી હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર ઈસમ મળી આવેલ અને જેઓને સદર ગુના કામે પુછપરછ કરીને ગુના કામેના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામુ

હનીફ ઓસમાણ સમેજા ઉ.વ.૪૧ રહે. ભીડનાકા બહાર સુરલભીટ રોડ ભુજ

રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ

રોકડ રકમ રૂ.૩,૫૦,000/-

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૨૬૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૪(૨), ૩૧૬(૨), ૩૧૮, ૫૪ મુજબ

  • કંડલા મરીન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૩૭/૨૦૨૪ આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦,

૧૨૦ (બી) મુજબ

  • માધાપર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૫૧(૩),૫૪ મુજબ

મુન્દ્રા પો.સ્ટે ખાતે નોંધાયેલ ગુનાઓ

(૧) એ પાર્ટ ગુ.ર.નં.૧૫૬/૨૦૨૨ આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦ મુજબ

(૨) એ પાર્ટ ગુ.ર.નં.૧૦૦/૨૦૨૨ આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૧૪ મુજબ

(૩) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૬૭/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ

આ કામગીરીમાં એસ.એમ.રાણા પોલીસ ઇન્સપેકટર ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન

ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ એમ.એચ.પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વલન્સ ટીમના કર્મચારીઓ જોડાયેલ હતા.