નલિયા ખાતે આવેલ સેન્ટજેવિયર સ્કૂલ ફરી વિવાદમાં

અબડાસા નું મુખ્ય મથક નલિયા ખાતે આવેલ છે સેન્ટજેવિયર સ્કૂલ ફરી વિવાદમાં સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે તારીખ 12 11 2025 ના રોજ કોઠારા ખાતે શ્રી અનુદાનિત બક્ષીપંચ નિવાસી શાળા ખાતે તાલુકા લેવલે ખેલ મહાકુંભ ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમગ્ર અબડાસા તાલુકાની સ્કૂલોમાંથી તેમની સ્કૂલ દરમ્યાન વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજવામાં આવે છે અને તે સ્પર્ધામાં જે પ્રથમ નંબરે આવે છે તે 1 વિદ્યાર્થીને તાલુકા લેવલે સ્પર્ધામાં મોકલવામાં આવતા હોય છે જ્યારે સ્કૂલમાંથી ચાર પાંચ લોકોને એક જ સ્પર્ધામાં મોકલાયા હતા જેની સંચાલકો દ્વારા સ્કૂલની હાસી ઉડાવવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર સ્કૂલમાંથી ભાગ લેતા વિદ્યાર્થીઓને તે સ્કૂલના શિક્ષક દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધામાં લઈ જવામાં આવતા હોય છે પરંતુ મોંઘી ફી વસૂલતા છતાં આ સ્કૂલસંચાલકો એ પોતાની મનમાની કરી હતી અને બાળકોને સ્કૂલનું એડ્રેસ આપી અને વાલીઓને જણાવ્યું હતું કે તમારા બાળકોને ખેલ મહાકુંભમાં સ્પર્ધામાં તમારે જાતે લઈ જવાના રહેશે જેનો સમયે સવારે 8:30 વાગ્યાનો આપવામાં આવ્યો હતો આટલી વહેલી સવારે દરેક વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન થઈને કોઠારા ખાતે પહોંચ્યા હતા જ્યારે તેમને નિયમોની જાણ થતા ભારે નારાજ થયા હતા
આ બાબતે વાલીઓએ ફાધરને ઠપકો આપતા અમને ખ્યાલ ન હોવાનું બહાનું કાઢ્યું હતું સેન્ટ રહેતી હોય છે થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ના સોંગ વગાડી વિદ્યાર્થીઓ ને ડાન્સ કરાવવાનો મુદ્દો ભારે હોબાળો થયો હતો જ્યારે ભારે વિરોધ બાદ ત્યાંના સંચાલકે માફી માગી હતી નિયમ અનુસાર સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે પરંતુ આ બોલીવુડના ગેંગસ્ટરના અને દારૂના સોંગ વગાડતા ભારે વિરોધ થયો હતો
તેમજ હાલમાં વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલમાં સપોર્ટ મા બાળકોને કોઈપણ પ્રેક્ટિસ કરાવવામાં આવતી નથી
જ્યારે તેના બચાવમાં ફાધર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારી પાસે સ્પોર્ટ ના સાધનો છે તે સાધનો બતાવવામાં આવ્યા હતા પરંતુ ફાધરને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સાધનો માત્ર દેખાડવા પૂરતા નહીં તેનો ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મેદાનમાં પણ જ્યાં બાળકો જ્યાં પ્રેક્ટિસ કરે છે તે મેદાન મા મોટા ઘાસ જોવા મળ્યો હતૉ
હજુ ચોમાસા ની ઋતુ પૂર્ણ થઈ તેવામાં બાળકો ને જીવજંતુ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો સ્કૂલનીની આ બેદરકારી બાબતે વાલીઓ દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી