સોશીયલ મિડીયામાં એકના ડબલ તથા સસ્તા સોનાની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ- અલગ નામની આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોષી, રાજેશભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરીયાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, રમજુશા કાસમશા શેખ તથા અજરૂદીન કાસમશા શેખ તથા અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ ભુજ વાળાઓ ચીટીંગ કરવાની ટેવવાળા હોય અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનો ઉપયોગ કરી અલગ- અલગ નામોની આઇ.ડી. ગૃપો બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો વિડીઓ બનાવી જેમાં અલગ- અલગ બોક્ષો- થેલાઓમાં ભારતીય ચલણની નોટો બંડલો જેમાં પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ કોરા બંડલો રાખી અને રૂપીયા એકલ લાખના બદલામાં રૂપીયા પાંચ લાખ આવવા સબંધેના તેમજ સોનાના બીસ્કીટોના વિડીયાઓ બનાવી તે બીસ્કીટ ભજાર ભાવ કરતા સસ્તા ભાવે આપવાવા અંગેના વીડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે. તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે. જે મળેલ હકીકત આધારે અજરૂદીન કાસમશા શેખ ઉ.વ. ૨૬ રહે. શેખફળીયુ તુલશી મીલ પાછળ સરપટનાકા પાસે ભુજ વાળાને પકડી પાડી તેના કબ્જામાંથી કુલ્લે રૂ. ૯૯,૩૦,૦૦૦/- ના ભારતીય ચલણની સાચી તથા ખોટી નોટો તેમજ ૧૧ સોના જેવી ધાતુના બીસ્કીટો તથા મોબાઈલ ફોનો તથા
સીમકાર્ડઓ તથા ભારતીય ચલણના રોકડા રૂપીયા ૨,૧૩,૪૦૦/- તથા સોનાનું સાચુ બીસ્કીટ નંગ- ૦૧ કિ.રૂા.૧૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આસેપી (૧) અજરૂદીન કાસમશા શેખ તથા સહ આરોપી (૨) રમજુશા કાસમશા શેખ (૩) અલીશા કાસમશા શેખ (૪) શેખડાડા રહે. અંજાર તથા (૫) સુલતાન લંઘા રહે. ભુજ વાળા વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૪૦૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧,૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- હાજર મળી આવેલ આરોપી
- અજરૂદીન કાસમશા શેખ ઉ.વ. ૨૬ રહે. શેખફળીયુ તુલશી મીલ પાછળ સરપટનાકા પાસે, ભુજ
:• હાજર નહી મળી આવેલ આરોપીઓ:
રમજુશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ
- અલીશા કાસમશા શેખ રહે. સરપટનાકાની બાજુમાં શેખ ફળીયુ, ભુજ
- શેખડાડા રહે. અંજાર
- સુલતાન લંધા રહે. ભુજ તથા તપાસમાં નિકળે તે
:• કબ્જે કરેલ મદામા લાકલ્લે કિં.૩. ૧૪,૯૮,૪૦૦/-)
ભારતીય ચલણના રોકડા રૂપીયા ૨,૧૩,૪૦૦/-
- સોનાનું સાચુ બીસ્કીટ નંગ- ૦૧ કિં.રૂા.૧૨,૭૦,૦૦૦/-
ભારતીય ચલણના રૂપીયા ૧૦૦/- ૨૦૦/- તથા ૫૦૦/-ના દરની નોટોના બંડલો જેમા ઉપરના ભાગે એક સાચી નોટ તથા નીચે બાકીના કોરા કાગળો તથા ચીલ્ડ્રન્સ નોટોના બંડલો મળીને
કિં.રૂા. ૯૯,૩૦,૦૦૦/- ના બંડલો છેતરપીંડી કરવા માટે બનાવેલ
- નકલી સોનાના બિસ્કીટ નંગ- ૧૧ કિં.રૂા. ૦૦/-
- મોબાઈલ ફોનો નંગ- ૯ કિં.રૂા. ૧૫,૦૦૦/-
- સીમકાર્ડ નંગ- ૧૮ કિં.રૂ. ૦૦/-
- વિનુભાઈ નામનું આધાર કાર્ડ-ચુટણી કાર્ડની નકલ કિં.રૂા. 00/-
- બંડલો રાખવા માટે ઉપયોગમાં લીધેલ નાના મોટા બોક્ષો નંગ- ૦૭ તથા તેમાં રાખેલ થર્મોકોલ
४.३८.००/-
- લેધર બેગ નંગ- ૦૨ કિં.રૂા.૦૦/-
- બ્લેન્કેટ નંગ- ૦૧ કિં.રૂા.૦૦/-
રમજશા કાસમશા શેખનો ગુનાહ…