અબડાસાના વડસર માર્ગે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સુખપરના વૃદ્ધનું મોત

copy image

copy image

અબડાસાના વડસર માર્ગે ટ્રેઇલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સુખપરના વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 8/11ના બાઇકસવાર સુખપરના ગોવિંદભાઇ લાલજીભાઇ ભાનુશાલીને ટ્રેઇલરે અડફેટે લેતાં તેમને જીવ ખોયો છે.  ગત તા. 8/11ના હતભાગી ગોવિંદભાઇ બાઇક લઈને નલિયાથી પોતાના ઘરે સુખપર આવી રહ્યા હતા તે સમયે વડસર ગામ નજીક પહોંચતા ગોલાઇમાં સામેથી આવી રહેલ ટ્રેઇલરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગોવિંદભાઇને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ ગોવિંદભાઇને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનુ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.