પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતીએ ભુજમાં બાળ દિનની ઉજવણી કરાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાલાલ નેહરુની આજે ૧૩૬ મીજન્મ જયંતીએ વંદના કાર્યક્રમ કરવામાં આવી હતી આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાની સાથે બાળકોને ભર પેટે અલ્પાહાર કરાવવામાં આવ્યો દરમિયાન આજે બે બાળકો નેહરુ બન્યા હતા .નેહરુચાચા અમર રહો ના નારા વચ્ચે આજે બાલ દિનની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઇ હતી ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા પાસે તસવીરને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, માલશ્રીબેન ગઢવીબેન ગઢવીતેમજ રામુબેન પટેલ વગેરેએ વંદના કરી સૌપ્રથમ ભુજના નગરપતિ શંકરભાઈ સચદેવ પ્રતિમાને હારા રોપણ કર્યું હતું હતી.દરમિયાન આજે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાના વિજેતાઓને પુષ્પાબેન શંકરભાઈ સચદે દ્વારા દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આજે પંડિત જવાલાલ નેહરૂને વંદના કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે જવાલાલ નહેરુએ કરેલા કાર્યો દેશ ક્યારે ભૂલી શકશે નહીં. આજે બાળ દિન પ્રસંગે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે દેશના વિકાસ માટે નહેરૂના યોગદાનને યાદ કર્યા હતા. દરમિયાન બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા ધારાશાસ્ત્રી ઊર્મિશ. શંકરભાઈ સચ દે તેમ જ હિરેન શંકરભાઈ સચદે દ્વારાકરવામાં આવી હતીઆ તકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ રાજુલાબેન શાહ અંકિતાબેન ધોકાઈ એ વંદના કરી હતી.વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ સંભાળી હતી બાળ દિનની ઉજવણી આજે નેહરુચાચા અમર રહો ના નારા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી દરમિયાન બે બાળકો આજે નહેરુબન્યા હતા તેમને પણ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચ દે દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધામાં પહોંચી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આમ આજે બાલ દિનની ઉજવણી ભુજ ખાતે ટાઉનહોલ સામે આવેલી સ્વ જવાલાલ નેહરુની પ્રતિમા પાસે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન માલશ્રીબેન ગઢવી સંભાળી હતી. આભાર દર્શન અને સંચાલન દર્શક અંતાણીએ કર્યું હતું