મુન્દ્રાના બાબીયાની જમીનના સોદામાં 58.53 લાખની ઠગાઈ : ત્રણ વિરુદ્ધ ફોજદારી
copy image

મુન્દ્રાના બાબીયાની જમીનના સોદામાં 58.53 લાખની ઠગાઈ થયાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, મુન્દ્રા ખાતે આવેલ બાબીયા ગામના સીમ વિસ્તારમાં આવેલ જમીનનો સોદો કરી તેના ચુકવણા માટે આપવામાં આવેલ રૂપિયા 58.53 લાખની કિંમતનો ચેક પરત ફરતા ત્રણ આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ છે. આ બનાવના ફરિયાદી એવા કેરા ગામના રામજી લાલજી વારસાણીએ નોંધાવેલ ફરીયાદ અનુસાર બાબીયા સીમ વિસ્તારમાં આવેલ જુના સર્વે નંબર 17/2 અને નવા સર્વે નંબર 79 વાળી જમીનનો સોદો એક આરોપી શખ્સે 83.53 લાખમાં પોતાના ઓળખીતા આરોપીને કરાવી આપ્યો હતો. બાદમાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપી ઉન્નડના નામે દસ્તાવેજ કરાવ્યો હતો. જમીનના સોદા મામલે આરોપીઓએ ફરિયાદીને રૂપિયા 25 લાખ ચૂકવ્યા હતા.અને બાકી રહેતા રૂપિયા 58.53 લાખની કિંમતના બેંક ઓફ ઇન્ડીયાના ચેક આપ્યા હતા. આપવામાં આવેલ ચેક ફરિયાદીએ કેરાની બેંકમાં જમા કરાવતા આરોપીના ખાતામાં પૈસા ન હોવાના કારણે પરત ફર્યા હતા. જે બાદમાં પૈસાની માંગ કરતાં આરોપી ઈશમોએ વાયદાઓ કર્યા હતા પરંતુ નાણાં ન ચૂકવતા તેમના વિરુદ્ધ ઠગાઈની ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરીયાદ દાખલ કરી આગળની વધુ છાનબીન આરંભી છે.