ભુજ નગરપાલિકા દ્વારા રોડ પરના ખાડાઓ પૂરી સમારકામની પૂરજોશમાં ચાલતી કામગીરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક અસરથી પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ તથા સમારકામની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. વરસાદ બાદ માર્ગોમાં પડેલા ખાડાઓને દૂર કરવા ભુજ નગરપાલિકાની ટીમો સતત કાર્યરત છે.
જે અનુસંધાને ભુજ ખાતે ન્યુ સ્ટેશન રોડ, મુંદરા રોડ, વાલદાસ નગર, જુના ધાટીયા ફળીયું સહિતના વિસ્તારમાં ભુજ નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીથી આગામી દિવસોમાં અહીંથી પસાર થતા નાગરિકોનું ૫રિવહન સુગમ બનશે.