ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરનો કુલ કિં.રૂ. ૩ લાખનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. અનીરૂધ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવિનભાઇ જોષી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, સુનિલભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી તથા વિક્રમસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાન્તી ઉર્ફે કાનજી રામજી કોલી રહે. ચંચલવાળા હનુમાન મંદીર પાસે જુનાવાસ માધાપર તા. ભુજ વાળો તેના મળતીયા સાથે મળી હાલે રાજસ્થાન થી પરત આવી રહેલ છે જે તેઓના કબ્જાની બે જુની મહીન્દ્રા કંપનીની સ્કોરપીઓ ફોર વિલ્હર કારમાં રાજસ્થાન થી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી લાવેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૬૧૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), (ઈ), ૮૧,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ (કલ્લે કિં.રૂ. ૭,૧૫,૯૬૦/-)

  • ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરના ટીન નંગ-૧૩૬૮ કિં.રૂ. ૩,૦૦,૯૬૦/-
  • મહીન્દ્રા કંપનીની સ્કોરપીઓ રજી નં જીજે ૧૨ બી.એફ. ૯૧૭૨ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-
  • મહીન્દ્રા કંપનીની સ્કોરપીઓ રજી નં જીજે ૧૨ પી ૮૫૩૯ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ ૦૩ કિં.રૂ. ૧૫,૦૦૦/-

હાજર મળી આવેલ આરોપીઓ:

  • કાન્તી ઉર્ફે કાનજી રામજી કોલી ઉ.વ. ૪૨ રહે. ચંચલવાળા હનુમાન મંદીર પાસે, જુનાવાસ માધાપર તા. ભુજ
  • વાલજી માવજી કોલી ઉ.વ. ૩૧ રહે. ત્રંબો તા. ભુજ
  • કીશોર રમેશભાઇ કોલી ઉ.વ. ૨૬ રહે. ચંચલવાળા હનુમાન મંદીર પાસે જુનાવાસ માધાપર તા. ભુજ

:• હાજર નહી મળી આવેલ આરોપી:

  • સતીષભાઇ રહે. સાંચોર, રાજસ્થાન