આધાર પુરાવા વગરના પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (દાણા) સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાના કપાયા હાઇવે રોડ પર એક સફેદ કલરની બોલેરો પીકઅપ જેના રજી.નં. GJ-12-BZ-4850 વાળી ગાડીમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (પ્લાસ્ટીકના દાણા) બીલ કે આધાર પુરાવા વગર ભરી લઈ જઈ રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ મુસ્તફા રમજાન સુમરા ઉ.વ.૨૫ મુળ રહે.સુરલભીટ રોડ લખરાઈ તા.ભુજ હાલ રહે.ગુંદાલા તા.મુંદરા વાળો મળી આવેલ અને તેના કબ્જાના વાહનના પાછળના ભાગે જોતા સફેદ કલરની બોરીઓમાં પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (પ્લાસ્ટીકના દાણા) ભરેલ હોય જેથી મજકુર ઇસમ પાસે આ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ અને આ મુદ્દામાલ અહેઝાઝ સુલેમાન કેર રહે. મુંદરા વાળાએ તેના વાડા ઉપરથી ભરી આપેલ હોવાની જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (પ્લાસ્ટીકના દાણા) કુલ્લે ૨૮૦૦ કિ.ગ્રા. કિં.રૂ. ૫૬,૦૦૦/-
- બોલેરો પીકઅપ રજી.નં. GJ-12-BZ-4850 કિં.રૂ. ૫,૦૦,000/-
→ પકડાયેલ ઇસમ
- મુસ્તફા રમજાન સુમરા ઉ.વ.૨પ મુળ રહે. સુરલભીટ રોડ લખુરાઈ તા. ભુજ હાલ રહે. ગુંદાલા તા.મુંદરા