“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ લૂંટ તથા ખૂનની કોશિશના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઈ પરમાર, રણજિતસિંહ જાડેજા, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. વિરમભાઈ ગઢવી તથા અનિલભાઈ ખટાણાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૦૪૪/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૬. ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૧૩૭(૨),૩૦૯(૬), ૬૧ (૨)(બી),૫૪,૧૧૧(૨),૧૧૧(૩), ૧૧૧(૪), ૧૦૯(૧) મુજબના ગુના કામેનો આરોપી મયુરસિંહ દેવુભા જાડેજા રહે. મુળ તેરા તા.અબડાસા વાળો હાલે રોહા (સુમરી) તા.નખત્રાણા ગામની પશ્ચિમ બાજુની સીમ વિસ્તારમાં હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
- મયુરસિંહ દેવુભા જાડેજા ઉ.વ.૨૭ રહે.મુળ-તેરા તા.અબડાસા હાલે રહે. જલારામનગર, ભુજ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
- ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૭૭/૨૦૧૯ આઇ.પી.સી. ક. ૩૨૩,૩૨૫,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૨૫/૨૦૧૯ આઇ.પી.સી. ક. ૩૨૩,૫૦૪,૫૦૬,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૯૭૧/૨૦૨૧ આઇ.પી.સી. ક.૩૨૩,૩૨૫, ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૨૯૪(ખ),૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
- ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૯૫૯/૨૦૨૪ બી.એન.એસ ક. ૧૧૫(૨),૧૮૯(૨), ૧૯૦,૧૯૧,૨૯૬,૩૨૪,૩૨૯,૩૫૧,૬૧(૨) તથા જી. પી.એક્ટ ૧૩૫ મુજબ