સામખિયાળીમાંથી ગુમ થયેલ 66 વર્ષીય વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાંથી અગાઉ ગુમ થયેલ 66 વર્ષીય વૃદ્ધની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીના અબડાવાસ રામમંદિર નજીક રહેતા ખીમગર ગુસાઇ નામના વૃદ્ધ અમુક દિવસો પૂર્વે પોતાના ઘરેથી નીકળી ગયેલ હતા. અને પરત ઘરે ન આવતા તેમના પરીવાર વાળાઓએ તેમની શોધ ખોળ કરી હતી. ત્યારે જતેશ્વર સીમ વિસ્તાર ગેલન્ટ કંપનીની નજીક લાશ મળી હોવાના અહેવાલ મળતા તપાસ કરતાં તે લાશ આ ગુમ થયેલ વૃદ્ધની હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.