ભુજ ખાતે કામધેનું યુનિવર્સીટીનાં આંતર-કોલેજ સંસ્કૃતિ, સંવાદ અને સર્જન સ્પર્ધાઓનું ભવ્ય આયોજન
કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત દ્વારા, ૧૮ અને ૧૯ નવેમ્બર, ૨૦૨૫ નાં રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજ ખાતે આ આંતર-કોલેજ સંસ્કૃતિ, સંવાદ અને સર્જન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત, તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૫ નાં રોજ સવારે ૧૦ વાગે ઉદ્ઘાટન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. પી. એચ. ટાંક અધ્યક્ષશ્રી તરીકે હાજરી આપશે. આ સમારોહમાં કચ્છ જિલાના કલેક્ટરશ્રી આનંદ પટેલ મુખ્ય મહેમાન તરીકે, તેમજ સરહદ ડેરીનાં પ્રમુખશ્રી વલમજીભાઇ હુંબલ, શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ નાં પ્રેસિડેન્ટશ્રી ડો. મનોજ સોલંકી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ નાં સમાજ સેવક શ્રી દીલીપજી દેશમુખ વિશેષ અતિથી તરીકે હાજરી આપશે. ભુજ ખાતે ૧૮-૧૯ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન, બે દિવસમાં સંસ્કૃતિ (એકાંકી નાટક, લોકનૃત્ય, એકલ અભિનય, ગીત, માઇમ); સંવાદ (ચર્ચા- વિષયનાં અનુરૂપ અને વિરુદ્ધ, વક્તૃત્વ, એકસટેમ્પોર) અને સર્જન (રંગોળી, પોસ્ટર મેકિંગ, કાર્ટૂન, માટી મોડેલિંગ, સ્થળ પર ચિત્રકામ) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સંસ્કૃતિ કાર્યક્રમ ભુજ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર સભાગૃહ (ટાઉન હોલ) માં યોજાશે અને અન્ય કાર્યક્રમો ૩૬ ક્વાટર્સ નાં સામે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ કેમ્પસમાં યોજાશે. કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત હેઠળની વિવિધ ૧૧ કોલેજોના કુલ ૩૫૦ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ મેમ્બર આ કાર્યક્રમ ભાગ લેશે. કામધેનુ યુનિવર્સિટીના આ મેગા ઇવેન્ટના પ્રથમ વખત ભુજ ખાતે આયોજન માટે આયોજન વેટેરીનરી કોલેજ, ભુજ નાં સ્ટાફ મેમ્બર વધુ પ્રયત્નો કરી રહ્યા છે. અને કામધેનું યુનિવર્સીટી નાં તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ કચ્છની મુલાકાત માટે અને અહીની સંસ્કૃતિ નિહાળવા માટે ખુબજ આતુર છે.