માનનિય કલેક્ટરશ્રી, કચ્છની સુચના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

માનનિય કલેક્ટરશ્રી, કચ્છની સુચના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે.

તા.૧૬/૧૧/૨૦૨૫ના રોજ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા ખાવડા પંથકમાં સાદીરેતી ખનિજ ચોરીની અવારનવાર મળતી ફરીયાદોને ગંભીરતાથી લઈ આસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. સદર તપાસ દરમ્યાન ભુજ તાલુકાના છેવાડાના કાંઢ-વાંઢ ગામે આવેલ નદીપટ્ટમાં સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતુ એક એસ્કેવેટર મશીન પકડવામાં આવેલ. સદર મશીનને સિઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.

તપાસમાં સામે આવેલ આરોપીઓ-(૧) સમા અમીન અલાના રહે, કાંઢ-વાંઢ, જામ-કુનરીયા કચ્છ(મશીન માલીક), (૨) સમા અનસ કુમત રહે, કાંઢ-વાંઢ, જામ-કુનરીયા કચ્છ (મશીન ઓપરેટર).