મુન્દ્રાના ગામમાંથી સગીરાનું અપહરણ કરી બળજબરીનો પ્રયાસ કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી
copy image

મુન્દ્રાના ગામમાંથી સગીરાનું અપહરણ કરી બળજબરીનો પ્રયાસ કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14-11ના રાત્રીના સમયે ફરિયાદીના મકાન બહારથી તેમની 16 વર્ષીય પુત્રીનું આરોપી શખ્સ કાયદેસરના વાલીપણામાંથી જબરદસ્તીથી અપહરણ કરી લઈ ગયેલ હતો અને બાદમાં બેલેરો ગાડીમાં લઇ જઇ તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.