મીઠીરોહર નજીક સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી મચાવી લૂંટ
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક મોડવદર ફાટક પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી અને બાદમાં તેને લૂંટી લીધો હતો. આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, અંજારના મીંદિયાળામાં રહેનાર ફરિયાદી એવા અરવિંદ વિભા રબારી નામનો યુવાન ટ્રક લઇને મીઠીરોહરથી મોડવદર બાજુ જઈ રહ્યો હતો તે સમયે ફાટક બંધ હોવાના કારણે ત્યાં ઊભો હતો. તે સમયે અન્ય આરોપી ઈશમ ત્યા આવેલ અને ખબર નથી પડતી ટ્રક સાઇડમાં રાખ તેમ કહી ગાળાગાળી કરી હતી જેથી બંને વચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ આરોપીએ ફોન દ્વારા અન્ય શખ્સોને બોલાવતાં નંબર પ્લેટ વગરની ગાડીમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવેલ હતા અને ફરિયાદી પર પથ્થર અને લાકડી વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત ખિસ્સામાંથી રોકડ રૂા. 18,500ની લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.