ભચાઉની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત

accident

copy image

accident
copy image

ભચાઉની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈ, ગોકુળગામમાં રહેનાર વિજય નામનો યુવાન પોતાની પત્ની અને પુત્ર, પુત્રી કાવ્યા સાથે સાસરિયે લલિયાણા ગયેલ હતો જ્યાથી ગત તા. 26/10ના બપોરના સમયે આ પરીવાર પરત આવી રહ્યો હતો તે સમયે ભચાઉ નજીક તેમને અકસ્માત નડ્યો હતો. અહી આગળ જતાં કોઈ અજાણ્યાં વાહનમાં કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા બનાવમાં ચાલક વિજય અને તેમના પુત્ર દીપનું મોત થયું હતું,  જ્યારે તેમના પત્ની ભાવનાબેન અને દીકરી કાવ્યાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા હતા ગંભીર ઇજાઓના પગલે ભાવનાબેનનું ગત તા. 11/11ના સરવાર દરમ્યાન મોત થયું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી.