ચિરઈ બાજુના રેલવે પાટા પર ટ્રેનમાં આવી જતાં 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો
copy image

અંજારના ભીમાસરથી ભચાઉના ચિરઈ બાજુના રેલવે પાટા પર ટ્રેનમાં આવી જતાં 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીનો સાગર નારાયણ ચૌહાણ નામનો યુવાન ભીમાસર ફાટકથી ચીરઈ તરફ જતાં રેલવે પાટા બાજુ હતો. તે સમયે કોઈ કારણે ટ્રેનની હડફેટે ચડતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગંભીર રેતા ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.