ખેડૂતો ના યોગ્ય પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તે હેતુથી ઘરણા યોજવામાં આવેલ

કચ્છભર માં જમીનો ના રેકર્ડ ના પ્રશ્નો ખુબ મોટાપાએ રહેલા છે. જેમાં ખેડૂતો જિલ્લા જમીન મહેસુલ કચેરીએ ધક્કા ખાતા હોય છે. અને દરેક યોગ્ય કાગડો હોવા છતાં પણ જિલ્લા જમીન મહેસુલ કચેરી ના સર્વેયર કે અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને પરેશાન કરવામાં આવતા હોય છે. કચ્છ માં વિકાસ ના નામે ચાલુ પ્રોજેકટ જેમાં પવનચક્કી અને સોલાર જેમાં આ અધિકારીઓ નું હકારાત્મક વલણ આ કંપનીઓ ના પક્ષે હોય છે. અને ખેડૂતો ના સાચા પ્રશ્નો ને પણ વાંચા આપવામાં આવતી નથી. આથી આ સર્વે મુદાઓ ને ધ્યાન માં લઇ. અને આ સર્વે નો યોગ્ય નિરાકરણ કરવામાં આવે એ માટે આજે ઘરણા યોજવામાં આવેલ છે અને એક જ માંગ છે કે દરેક ખેડૂતો ના યોગ્ય પ્રશ્નોને નિરાકરણ લાવવામાં આવે એ બાબતે.
નમસ્કાર.
ઉપરોક્ત વિષય અનુસંધાને કચ્છ માં સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો તે જમીનો ના રેકર્ડ સદલ નો છે. આ મુદે વખતોવખત રજૂઆતો પણ કરવામાં આવી છે. આ પ્રશ્નો માં મંજુર થયેલ જમીનો ને સ્થળ પર બેસાડવાની પ્રક્રિયા મુદ્દે મહતમ પ્રશ્નો રહેલા છે. તે બાદ રિસર્વે કરવામાં આવેલ તે પણ ક્ષતિ વાળું કરવામાં આવેલ હતું આથી ખેડૂતો ને મળેલ જમીનો સ્થળ પર નથી. અને આ પ્રશ્નો ના પગલે ખેડૂતો જિલ્લા જમીન મહેસુલ કચેરી ના ધક્કા ખાતા. હોય છે. આ પ્રશ્નો બાબતે જો યોગ્ય કામગીરી થાય તો ચોક્કસ નિરાકરણ અને ખેડૂતો ને ન્યાય મળી શકે પણ જિલ્લા જમીન મહેસુલ કચેરી નું કામકાજ ગોકુળગાય ની જેમ થાય છે. આ પ્રશ્નો માં અટવાયેલા ખેડૂતો ખેતી કરે કે પછી પોતાની જમીન ને યોગ્ય કરવા માટે કચેરીઓ ના પક્કા ખાય અને એમાં ઘણીખરી ભૂલો તો જિલ્લા જમીન મહેસુલ કચેરી એ થી જ રિસર્વે માં થયેલ છે. અને એમાં વાંધા પણ આવ્યા બાદ પણ DILR કચેરી એ કોઈ સુધારણા થયેલ નથી. અને એ લોકો આજે પરેશાન થઇ રહ્યા છે. સાથે આવા મુદે જયારે પવનચક્કી કે સોલાર પ્રોજેક્ટ વાળાઓ નો ખેડૂતો સાથે વિવાદ થાય છે અને જિલ્લા જમીન મહેસુલ કચેરી એ પ્રશ્ન થાય છે ત્યારે અહી થી ખેડૂતો ના દાદ આપવામાં આવતી નથી પણ કંપનીઓ વાળા ના કામ આરામ થઇ જાય છે. એ પણ એક અયોગ્ય અને ખેડૂત વિરોધી કામગીરી છે. આ સર્વે મુદે અહીં ઉપસ્થિત ખેડૂતો તેઓ ની અરજીઓ અને પ્રકરણ સાથે આવેલ છે. તો દરેક ને યોગ્ય રીતે સાંભળી અને જે સત્ય રીતે થતું હોય એજ થાય એવી માંગ કરવામાં આવે છે. કોઈ ના દબાણવસ આ ખેડૂતો ની જમીનો ઉલટ સુલટ કરવમાં ના આવે અને સર્વેયરો પણ નૈતિકતા થી કામ કરે જેથી રેકર્ડ પર રહેલ સત્ય બહાર આવે. અને એજ રેકર્ડ મુજબ ની સીટો બનાવવા માં આવે એવી માંગ કરવામાં આવે છે.