મમુઆરા ગામમાંથી રુવાંડા ઊભા કરી દે તેવો બનાવ સામે આવ્યો : પિતાના ટ્રક તળે જ દોઢ વર્ષનો માસૂમ પુત્ર ચગદાયો
copy image

ભુજ તાલુકાના મમુઆરા ગામમાંથી રુવાંડા ઊભા કરી દે તેવો બનાવ સામે આવી રહ્યો છે. જેમાં, આકસ્મિક રીતે તેની ટ્રકના પાછળના ટાયરમાં ચાલકનો પોતાનો જ દોઢ વર્ષીય માસૂમ બાળક આવી જતાં માસૂમ બાળકે જીવ ખોયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મમુઆરાના એપીએસ મોઇગ કેપ વોશિંગ પ્લાન્ટમાં મૂળ મધ્યપ્રદેશ હાલે મમુઆરા રહેનાર એવો અંશીનભાઇ મુન્નાભાઇ બારિયા સવારના સમયે પ્લાન્ટમાં ટ્રક ચલાવી રહ્યો હતો તે સમયે કોઈ કારણે અકસ્માતે તેની ટ્રકના પાછળના ટાયરમાં તેનો જ દોઢ વર્ષનું બાળક આવી જતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. માસૂમ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા પરના તબીબે મૃત જાહેર કર્યું હતું.