ખેતરમાં કામ કરી રહેલ 32 વર્ષીય યુવાનને ટ્રેક્ટર અને થ્રેશર મશીન વચ્ચેની ચોકડી લાગતાં મોત
copy image

અંજાર ખાતે આવેલ લાખાપરના ખેતરમાં કામ કરી રહેલ 32 વર્ષીય યુવાનને ટ્રેક્ટર અને થ્રેશર મશીનની વચ્ચેની ચોકડી લાગતાં ગંભીર ઇજાઓના પગલે મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાખાપરમાં રહેનાર હેમંત માતા નામનો યુવાન ગત સાંજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે સમયે કામ દરમ્યાન કોઈ કારણે ટ્રેક્ટર અને મશીન વચ્ચેની ચોકડી તેની છાતીમાં લાગતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.