ભુજમાં માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષીય પરીણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
copy image

ભુજમાં માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષીય પરીણીતાએ એસિડ ગટગટાવી લેતા તેમનું મોત થયું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના ભારતનગરમાં રહેતા તેમજ માનસિક રીતે અસ્વસ્થ એવા રશીદાબેન પોતાના ઘરે હતા તે સમયે બપોરના અરસામાં કોઈ કારણોસર એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સરવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.