અંજારના ચાંદ્રાણી ગામની ચાર વાડીઓમાંથી વાયરો પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર
copy image

અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામના વાડી વિસ્તારમાં આવેલ ચાર વાડીઓમાંથી રૂા. 26,550 ના 107 મીટર વાયરની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી એવા ચાંદ્રાણીના આહીર વાસમાં રહેતા હરિલાલ મેમા હુંબલ ગત તા. 14/11ના રોજ પોતાની ગયેલ અને મોટર ચાલુ કરતાં તે ચાલુ થઈ ન હતી. બાદમાં તપાસ કરતાં વાડીએથી 30 મીટર વાયરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આસપાસની વાડીઓમાં તપાસ કરતાં આજુબાજુની અન્ય ત્રણ વાડીઓમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ હતું. નિશાચરો આ ચાર વાડીઓમાંથી રૂા. 26,550ના 107 મીટર વાયરની તસ્કરી ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.